Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ન્યુયોર્કના શેરબજારમાં ચીન કંપનીઓના શેર ડિલિસ્ટ ના કરતા ધમકીથી ડરી ગયું અમેરિકા

નવી દિલ્હી: ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનુ કહેવુ છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર ચીનની માલિકીની ટેલિકોમ કંપનીઓના શેરને સ્ટોક એક્સચેન્જમાંથી હટાવવાની યોજનાને પાછી લઈ રહ્યુ છે.માટે એક્સચેન્જનુ કહેવુ છે કે, મુદ્દા પર અમેરિકન સત્તાધીશો સાથે વાતચીત ચાલી રહી છે.જોકે સિવાય બીજી કોઈ જાણકારી આપવાનો એક્સચેન્જે ઈનકાર કર્યો છે. પહેલા ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જે ચીનની ચીન ટેલીકોમ કોર્પોરેશન લિમિટેડ, ચાઈના મોબાઈલ લિમિટેડ અને ચાઈના યુનિકોમ હોંગકોંગ લિમિટેડને હટાવવાની જાહેરાત કરી હતી.જેના પગલે ચીન છંછેડાયુ હતુ અને વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.

       વિવાદ સર્જાવા પાછળનુ કારણ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આદેશ છે.જેના ભાગરુપે ચીનની સેના પાસે જે કંપનીઓુ નિયંત્રણ છે તેના રોકાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે કંપનીઓને ડિલિસ્ટ નહીં કરવાના નિર્ણય બાદ હોંગકોંગ એક્સેચેન્જમાં તેના શેરોના ભાવમાં ઉછાળો આવ્યો છે.ચીને ધમકી આપી હતી કે, નિર્ણયથી અમેરિકા સહિતના દુનિયાભરના રોકાણકારોનો અણેરિકા પ્રત્યેનો વિશ્વાસ ઓછો થશે.

(5:32 pm IST)