Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સ્કોટલેન્ડમાં પણ લગાવવામાં આવ્યું સખ્ત લોકડાઉન:લોકોને ઘરની બહાર નીકળવા પર મનાઈ ફરમાવવામાં આવી

નવી દિલ્હી: સ્કોટલેન્ડ પણ ફરીથી લોકડાઉન લગાવ્યું છે. સરકારે લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે આજ થી જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન બિલકુલ એવું રહેશે જે ગત વર્ષ માર્ચમાં લગાવવામાં આવ્યું હતું. એટલે કે લોકોને બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. ફર્સ્ટ મિનિસ્ટ નિકોલા સ્ટર્ઝને લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે તમામ શાળાઓ એક ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. તેમણે જણાવ્યું કે આજ રાતથી જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન લાગુ રહેશે. દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતા બધુ બંધ રહેશે અને કોઈને પણ કારણ વગર ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી.

         સ્કોટલેન્ડમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1905 નવા કેસ રેકોર્ડ થયા છે. સાથે કુલ કેસની સંખ્યા વધીને 136,498 થઈ ગઈ છે. ઉપરાંત મૃતકોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખતા સરકારે કડક લોકડાઉનનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી કહેવાયું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં સ્થિતિનું આકલન કયર્િ બાદ લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય લેવાશે. જે ઝડપે કેસ આવી રહ્યા છે તે જોતા એવું લાગશે કે લોકડાઉન વધશે.

(5:32 pm IST)