Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

હે ભગવાન......કંપનીએ નોકરીમાંથી છૂટો કરી દેતા કર્મચારીએ ગાડીઓને પહોચાડ્યું 43 કરોડનું નુકશાન

નવી દિલ્હી: દુનિયા આખી જ્યારે નવા વર્ષને આવકારવા માટે ઉજવણીમાં ડૂબેલી હતી ત્યારે મર્સિડિઝ કંપનીના સ્પેનના પ્લાન્ટમાં એક અજીબો ગરીબ ઘટના બની હતી. કંપનીએ 2020ના છેલ્લા દિવસે પ્લાન્ટમાં કામ કરતા એક કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.પછી 38 વર્ષના કર્મચારીએ કંપની સામે બદલો લેવાનુ નક્કી કર્યુ હતુ.તેણે પહેલા જેસીબીની ચોરી કરી હતી અને જેસીબી લઈને તે 21 કિલોમીટરમાં ફેલાયેલી મર્સિડિઝ કંપનીની ફેલિસિટીમાં ઘુસી ગયો હતો.જ્યાં 50 જેટલી મર્સિડિઝ વેન્સની તેણે જેસીબી વડે તોડફોડ શરુ કરી દીધી હતી.       

  પ્લાન્ટમાંથી નીકળેલી નવી નક્કોર ગાડીઓ તેણે જેસીબી વડે પલટાવી દીધી હતી.ઘટના રાતે એક વાગ્યે બની હતી.જ્યારે મોટાભાગના લોકો એરિયામાં હતા નહી.જોકે સિક્યુરિટી જવાનો અહીંયા તૈનાત હતા અને તેમણે કર્મચારીને રોકવા હવામાં ફાયરિંગ પણ કર્યુ હતુ.પછી કર્મચારીને પોલીસને સોંપી દેવાયો હતો.

(5:30 pm IST)