Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ચીને કરી વધુ એક ઉશ્કેરણીજનક કાર્યવાહી:200 મીટર દૂરLAC થી ટેન્કો તૈનાત કરી

નવી દિલ્હી: લદ્દાખ મોરચે હાડ ધ્રુજાવી દે તેવા શિયાળામાં ભારત અને ચીનના હજારો સૈનિકો આમને સામને છે ત્યારે ચીને વધુ એક ઉશ્કેરણીજનક કાર્યવાહી કરીને LACથી માંડ 200 મીટર દૂર પોતાની હળવી વજનની ટી-15 પ્રકારની ટેન્કો તૈનાત કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતે મોરચે મોકલેલી ટી-90 ટેન્કો અને ચીનની ટેન્કો વચ્ચે માંડ 200 મીટરનુ અંતર છે.ચીનની ટેન્કો ભારતીય સેનાની ચોકીની બિલકુલ સામે તૈનાત કરી દેવાઈ છે.

        બીજી તરફ અમેરિકાએ ભારતને જાણકારી આપી છે કે, ચીની નૌ સેનાના 12 જંગી યુધ્ધ જહાજો આંદામાન ટાપુ તરફ આગળ વધી રહ્યા છે.પહેલા ચીન LAC પર રડાર, સરફેસ ટૂ એર અને સરફેસ ટુ સરફેસ મિસાઈલો પહેલા તૈનાત કરી રાખેલી છે.પછી ભારતીય વાયુસેનાએ ચીનને ચેતવણી આપી હતી કે, બંને દેશો વચ્ચે જો ટકરાવ થયો તો તે ચીન માટે નુકસાનકારક સાબિત થશે.

(5:29 pm IST)