Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ઇરાકમાં મહિલા આશ્રય ગૃહમાં આગ ભભુકતા નવના મોત

નવી દિલ્હી: ઇરાકના બગદાદમાં મહિલા આશ્રય ગૃહમાં ઝઘડો થયો પછી લાગેલ આગમાં નવ લોકો મોતને ભેટ્યા છે અને 22 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આશ્રય ગૃહમાં રહેનાર મહિલાઓ વચ્ચે થયેલ લડાઈમાં રસોડામાં આગ લાગી જતા દુર્ઘટના બની છે કારણોસર બે માળમાં લાગેલ આગ ઝડપથી ફેલાઈ ગઈ અને અફડાતફડી મચી જવા પામી હતી. ઘટનામાં 9 લોકો મોતને ભેટ્યા છે અને ઇજા પામેલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

(5:40 pm IST)