Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

૨૦૧૯ માટેના ૫ બેસ્ટ અમેરીકન ડાયેટ

મેડીટરેનીયન, ડેશ, ફલેકસીટેરીયન, માઈન્ડ, ડબલ્યુ ડબલ્યુ

અમેરીકાઃ. (૧) યુએસ ન્યુઝ અને વર્લ્ડ રીપોર્ટ અનુસાર સતત બીજા વર્ષે મેડીટરેનીયન  ડાયેટ અમેરિકામાં બેસ્ટ ડાયેટ તરીકે પ્રથમ સ્થાને આવેલ છે.

મેડીટરેનીયન ડાયેટ એટલે ઘણા બધા શાકભાજી ખાવા, આખા દાણા, આરોગ્યપ્રદ ચરબી (જેમ કે ઓલીવ ઓઈલ) ઓછા પ્રોટીન, પ્રોસેસ્ટ ફુડ, માંસ અને રીફાઈન્ડ સુગરમાં કાપ મુકવો. આ ડાયેટના ઘણા બધા આરોગ્ય વિષયક ફાયદાઓ છે જેમ કે કેન્સરનું અને હૃદયરોગનું જોખમ ઘટાડે છે. કીડનીની તંદુરસ્તી વધારે છે.

(૨) DASH ડાયેટઃ  DASH એટલે કે ડાયેટરી એપ્રોચીસ ટુ સ્ટોપ હાયપરટેન્શન, જે બ્લડપ્રેશરને ઘટાડવા માટે જ બનાવાયો છે. આ પ્લાનમાં ખોરાકમાં સોડીયમ ઘટાડીને તેના બદલે પોટેશ્યમ, કેલ્શીયમ અને મેગ્નેશ્યમ જેવા મીનરલ્સ વધારવામાં આવે છે જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ પ્લાન હેઠળ મોટાભાગે ફળો, શાકભાજી, લો ફેટ ડેરી પ્રોડકટ, આખા દાણા, થોડા પ્રમાણમાં પ્રોટીન લેવાનંુ હોય છે. જ્યારે માંસ, મીઠાઈ અને ચરબીયુકત પદાર્થો સીમીત માત્રામાં લેવાના હોય છે.

(૩) ફલેકસીટેરીયન ડાયેટઃ આ ડાયેટ ફલેકસીબલ શાકાહારીઓ માટે છે એટલે કે જે લોકો માંસાહાર પણ કરતા હોય છે તેમણે તે સદંતર બંધ ન કરતા તેમાં કાપ મુકવાનો છે. શાકાહારી ખોરાક વજન ઘટાડવા માટે બહુ સારો છે. ઉપરાંત તેનાથી હૃદયરોગ, ટાઈપ-૨ ડાયાબીટીસ અને કેન્સરનું જોખમ ઘટે છે એવું રીસર્ચમાં જાણવા મળ્યુ છે.

(૪) માઈન્ડ ડાયેટઃ  MIND ડાયેટ એટલે મેડીટરેનીયન - ડેશ ઈન્ટરવેન્શન ફોર ન્યુરો ડી જનરેટીવ ડીલે ડાયેટ. તેમાં  DASH અને મેડીટરેનીયન એમ બન્ને ડાયેટનો સમન્વય કરીને મગજની તંદુરસ્તી વધારવાનું લક્ષ્ય છે. આ ડાયેટમાં લોકોને દરરોજ ૩ ટાઈમ આખા દાણા, સલાડ અને શાકભાજી અને એક ગ્લાસ વાઈન આપવામાં આવે છે.

(૫) W W ડાયેટઃ W W એટલે વેઈટ વોચર્સ ડાયેટ પ્લાન જે વજન ઘટાડવા માટેનો સારામાં સારો ડાયેટ પ્લાન છે. આ પ્લાન હેઠળ વ્યકિત પ્રમાણે તેમની કેલોરી, સુગર, સેચ્યુરેટેડ ફેટ અને પ્રોટીનની જરૂરીયાત અનુસાર તેમના માટેના ખોરાક નક્કી કરવામાં આવે છે. જેમાં દર અઠવાડીયે ચેકીંગ પછી જરૂરીયાત અનુસાર ફેરફાર કરવામાં આવે છે.

(3:17 pm IST)