Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગરમ પાણી કેમ પીવું જોઈએ?

મેડીકલ સાયન્સ અનુસાર નિત્ય સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી કબજીયાત અને પેટનો ગેસ સંબંધિત તમામ સમસ્યા દૂર થઈ જાય છે. શરીરમાંથી દરેક ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે.ત્વચા પણ ચમકવા લાગે છે.

યુવાવસ્થામાં દરેકને ખીલ, કાળા ડાધ જેવા પ્રશ્નો દરેકને નડતા હોય છે. આનું અધિકતમ કારણ તૈલીય ત્વચા છે, બીજા પણ ઘણા બધા કારણો છે જેમ કે ભોજન દરમિયાન બરાબર ધ્યાન ન આપ્યું હોય. બરાબર પચતું ન હોય  જેનાથી શરીરમાંથી ટોકિસન બહાર ન આવી શકતું હોય. તેથી તે ખીલ જેવા રૂપે બહાર આવતું હોય છે.

ઉનાળામાં ખાસ કરીને આપણે ઠંડું પાણી જ પીવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ પરંતુ, જો આપણે દરરોજ રોજીંદા જીવનમાં ગરમ પાણી લઈએ તો મોટા ભાગની બીમારીઓથી બચી શકીશું. માનવ શરીરમાં ૭૦% પાણી હોય છે.

જ્યારે પણ કોઈ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે, ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.

(10:22 am IST)