Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગાજર, મહિલાઓ માટે વરદાન..

શિયાળાનું ઉત્તમ ટોનિક ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન-એ અને બીજા અનેક પોષક તત્વો રહેલા છે. ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ગાજરને તમે સલાડથી લઈને શાકભાજી, હલવો, અથાણું, જ્યૂસ અને મુરબોના તરીકે પોતાના ભોજનમાં  સામેલ કરી શકો છો. જેના ખાવાના તમામ ફાયદા તમે જાણતાં હશો, પણ શું તમે જાણો છો કે યુવતીઓ માટે આ વરદાન  સમાન છે.

વાસ્તવમાં, પીરિયડ્સના દિવસે મહિલાઓ માટે તકલીફ ભારે હોય છે. ઘણી બધી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટમાં દર્દ, પગમાં પીડા, સ્વભાવ ચિડાયાતો અને અનિયમિત ગર્ભપાતની ફરિયાદ છે તો ગાજરનું જ્યૂસ પીવાથી તમને રાહત પહોચાડવામાં મદદ કરશે.

જો તમને ગાજરનું જ્યૂસ નથી પસંદ તો તમે ગાજર પણ ખાઈ શકો છો. ગાજરનું સેવન કરવાથી બ્લડ ફલો ઠીક થાય છે અને જેથી તમને પીડામાં પણ રાહત મળશે. આ દિવસોમાં મહિલાઓએ આયનથી ભરપૂર વસ્તુનું સેવન કરવું જોઈએ. તમે ઈચ્છો તો ગાજરને સલાડના રૂમાં પણ ખાઈ શકો છો. પરંતુ, જો તમે સૌથી વધુ તકલીફ છે તો તમારા માટે ગાજરનું જ્યસૂ પીવું ફાયદાકારક રહશે.

એક શોધ મુજબ, ગાજર ખાવાથી બેસ્ટ કેન્સર થવાની શકયતાને ઓછી કરી શકાય છે. બીટા કેરોટીનથી ભરપૂર ગાજર કેન્સરના ખચરાને ઓછો કરવામાં મદદ કરે છે.

 

(10:21 am IST)