Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

દક્ષિણ આફ્રિકા: ટ્રેન-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 18ના મોત: 250થી વધુ ઘાયલ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં આજે એક ટ્રેન હાદસામાં  18 લોકોના મોત નિપજ્યા તેમજ 250 થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતિ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણ આફ્રિકાના દ ફ્રી સ્ટેટ પ્રાંતમાં એક ટ્રેન અને ટ્રક વચ્ચે ટક્કરમાં સર્જાયેલ અક્સમાતમાં 18 લોકોના મોત નિપજ્યા છે તગેમાંજ 250થી પણ વધુ લોકો ઘાયલ થયા છે.આ હુમલામાં ભયંકર આગ લાગી હતી  જેના કારણે ફાયરફાયરટો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને લોકોને હેમખેમ બહાર કાઢવાની કામગીરી શરૂ જ છે.ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:41 pm IST)