Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

કાબુલમાં આત્મઘાતી હુમલામાં 20 મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 25 લોકો ઘાયલ થયા છે.આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)એ લીધી છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ગૃહ મંત્રાલય પ્રવક્તા નજીબ દાનીશે જણાવ્યું કે કાબુલમાં અમેરિકી દૂતાવાસથી થોડી દુરી પર એક આત્મઘાતી હુમલાવરે સુરક્ષાકર્મીઓના એક સમૂહ પાસે પહોંચીને વિસ્ફોટ કરતા અંદાજે 20 લોકો મોતને ભેટ્યા છે.આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે.

(5:40 pm IST)