Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

બ્રેઇન ટયુમરની ટ્રીટમેન્ટ કરે એવા વાઇરસની શોધ

લંડન તા. પઃ બ્રેઇન ટયુમરને કારણે દરદીને ભારે ડોઝની દવા અને કીમોથેરપી કરાવવી પડે છે, પણ હવે એવા વાઇરસની જાણકારી સાયન્ટિસ્ટોને મળી છે જે આ ટ્રીટમેન્ટને ઝડપી બનાવી શકે. લંડનની કેન્સર રિચર્સ ઇન્સ્ટિયૂટ અને લીડ્સ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોના કહેવા મુજબ રીઓવાઇરસને બ્રેઇન ટયુમરના દરદીઓના બ્લડસ્ટ્રીમમાં ઇન્જેકટ કરવામાં આવે તો એ બ્રેઇનમાં ટયુમર સુધી પહોંચીને કેન્સરના કોષોને મારવામાં મદદ કરે છે. આવા વાઇરસ દરદીની ઇમ્યુન સિસ્ટમને અસરકારક બનાવે છે. રીઓવાઇરસથેરપી બીજા કેન્સરની સારવારમાં પણ ઉપયોગ થઇ શકે એમ હોવાનું સાયન્ટિસ્ટોનું માનવું છે.

(3:47 pm IST)