Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ઓશીકા પાસે આવી ગયો અજગર

સીડની તા.૫: ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડના એમન્ડી નામના ગામમાં ઘણા લોકો જંગલી પ્રાણીઓ અને મગર, અજગર જેવા પ્રાણીઓ ઘરે પાળતા હોય છે. આવાં પ્રાણીઓ ગમે ત્યારે સુરક્ષિત વિસ્તારમાંથી નીકળીને કોઇના મહેમાન બનતા હોય છે. એક મહિલા જયારે સવારે ત્રણ વાગ્યે ઊઠી ત્યારે તેના ઓશીકા પાસે અજગર આવીને બેઠો હતો. તેણે તાત્કાલિક વાઇલ્ડ-લાઇફ સંસ્થાના કાર્યકરોને બોલાવ્યા હતા અને અજગરને પકડવામાં આવ્યો હતો.

(12:38 pm IST)