Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

બુર્કિના ફાસોમાં સૈન્ય જગ્યા પર થયેલ હુમલામાં 20 આતંકવાદી સહીત ત્રણ સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી: પશ્ચિમી આફ્રિકી દેશ બુર્કિના ફાસોમાં સૈન્ય જગ્યા પર થયેલ બે હુમલામાં લગભગ 20 આતંકવાદી સહીત ત્રણ સૈનિકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. બુર્કિના ફસોની સેનાએ આ માહિતી આપતા જણાવ્યું છે કે દેશના ઉતરી બનહ અને ઉત્તર-પશ્ચિમી તોએની વિસ્તારમાં સ્થાનિક સમયાનુસાર લગભગ બે વાગ્યાની આસપાસ સૈન્ય જગ્યાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો.

               આ પહેલા રવિવારના રોજ સ્વર્ણ સમયે દેશના પૂર્વી વિસ્તારમાં બંદૂકધારીઓએ એક જગ્યા પર હુમલો કર્યો હતો તેમાં ઓછામાં ઓછા 14 લોકો મોતને ભેટ્યા હતા અને અન્ય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:28 pm IST)