Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પિરિયડ ચાલુ હોય તો મહિલાએ બિલ્લો પહેરવાનો, આ નિયમ બનાવનાર સ્ટોર સામે સોશ્યલ મીડિયામાં જબરો વિરોધ

ટોકિયો,તા.૪:જપાનના ઓસાકા શહેરના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કરતી મહિલાઓને માસિક સ્રાવના દિવસોમાં પિરિયડ બેજ પહેરવાનો નિયમ લાગુ કરવા સામે વિરોધ જાગ્યો છે. ઓસાકામાં મહિલાઓની મેન્સ્ટ્રુઅલ એન્ડ સેકસ્યુઅલ હેલ્થને સંબંધિત પ્રોડકટ્સ વેચતા મિચી કાકે સ્ટોરમાં કાર્ટૂન-કેરેકટર સીરી ચેનનું ચિત્ર ધરાવતો બેજ સ્ટોરની રજસ્વલા મહિલા કર્મચારીઓને પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જેપનીઝ ભાષામાં સીરી ચેનનો અર્થ મિસ પિરિયડ થાય છે.

આ બેજ પહેરવો ફરજિયાત નથી, પરંતુ સ્ટાફ અને ગ્રાહકોને સ્ટોર પરત્વે લગાવ વ્યકત કરવા માટે અને પિરિયડ્સ તરફની સૂગ દૂર કરવા માટે આ પ્રકારના બેજ પહેરવાની રીતરસમનો આરંભ સ્ટોરના એકિઝકયુટિવ્ઝે કર્યો હતો. જોકે આ પ્રકારની વ્યવસ્થા સામે ગ્રાહકો અને સામાન્ય નાગરિકો તરફથી દ્યણી ફરિયાદ મળી છે. વિરોધદર્શક ફરિયાદોમાં આવા બેજ પહેરાવીને મહિલા કર્મચારીઓને હેરાન કરવામાં આવતી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. બેજ પહેરાવીને સ્ત્રી-પુરુષ ભેદભાવ વ્યકત કરવામાં આવતો હોવાનું જણાવતાં લોકો રોષ વ્યકત કરતા હોય છે. સ્ટોરના એક પુરુષ એકિઝકયુટિવે જણાવ્યું હતું કે 'અમે બેજ પહેરવાની રીતરસમ વિશે પુનર્વિચાર કરીએ છીએ. એ બાબતને ફરજિયાત નિયમ બનાવવાનો અમારો કોઈ ઇરાદો નહોતો. અમે એ બાબતને ફરજિયાત બનાવવા ઇચ્છતા નહોતા.'

(3:49 pm IST)