Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

દાઢી પર ૧૫ ખુરસીઓ ટેકવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ન્યુયોર્ક,તા.૪: ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવવાની સેન્ચુરી પૂરી કરવાનું સાહસ અમેરિકાના ઇડાહોમાં રહેતા ડેવિડ રશે કર્યું છે જે વિશ્વની એકમાત્ર વ્યકિત છે. જોકે હજીયે તેને રેકોર્ડ બનાવવામાંથી રિટાયરમેન્ટ લેવાની ઇચ્છા નથી થતી. તાજેતરમાં તેણે ટેનેસી રાજયના હેન્ડરર્સનવિલ શહેરમાં જઈને એક ટીવી શોમાં ભાગ લીધો હતો અને એમાં તેણે માત્ર દાઢી પર ખુરસીઓ ટેકવીને એનું બેલેન્સ જાળવી રાખ્યું હતું. આ પહેલાં ડેવિડ રશે આઠ ખુરસીઓને દાઢી પર ટેકવીને રેકોર્ડ બનાવ્યો હતો. બ્રિટન્સ ગાઙ્ખટ ટેલન્ટમાં જો રોલિંગ્સે ૧૧ ખુરસીઓ સંતુલિત કરીને રેકોર્ડ તોડી નાખ્યો હતો. ડેવિડે તેની ખુશીને ઝાઝી ટકવા નહોતી દીધી અને ૧૫ ખુરસીઓ બેલેન્સ કરીને ફરીથી રેકોર્ડ પર કબજો કર્યો છે.

(3:49 pm IST)