Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

શિયાળાની એન્ટ્રી પહેલા જ સજાવી લો તમારૂ વોડ્રોબ, જાણો લેટેસ્ટ વિન્ટર કલેકશન વિષે

વાતાવરણમાં ફેરફાર થવાની સાથે શિયાળાની ઋતુ શરૂ થઈ ચુકી છે. વહેલી સવારની ગુલાબી ઠંડી શિયાળાના આગમનની થઈ રહી છે. આ જ સમય છે કે તમે પણ સજ્જ થઈ જાઓ તમારા વોડ્રોબને વિન્ટર કલેકશનથી સજાવવા માટે. કડકડતી ઠંડી શરૂ થાય અને તમારે ગયા વર્ષના જૂના જ ગરમ કપડાં પહેરવા પડે તે પહેલા જાણી લો કે આ વર્ષે તમે ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરીને પણ કેવી રીતે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.

શિયાળામાં ફેશનેબલ કપડા પહેરવાના લીધે, કેટલાક લોકો ઠંડીથી ધ્રુજતા રહે છે પરંતુ, ગરમ કપડા પહેરવાનું ટાળે છે. પરંતુ, તમે જો ટ્રેંડી ગરમ કપડાની અગાઉથી જ ખરીદી કરી લેશો તો તમે ઠંડીથી પણ બચી જશો અને લોકો વચ્ચે તમારી ફેશન સ્ટાઈલ પણ ચર્ચામાં રહેશે. તો ચાલો જાણી લો કે આ વર્ષે તમે વિન્ટર કલેકશનમાં કયા-કયા કપડાનો સમાવેશ કરી શકો છો.

સ્વેટર : શિયાળાની મોસમ સ્વેટર વિના તો પસાર થશે જ નહિં. પરંતુ, તમે આ વર્ષે બેલ્ટવાળા સ્વેટર પહેરી અને તમારા મોડર્ન લુકમાં ચાર ચાંદ લગાવી શકો છો. આ પ્રકારના સ્વેટર તમે જીન્સ, સ્કર્ટ કે ટ્રાઉઝર સાથે પહેરી શકો છો.

લેધર : લેધર જેકેટ  એવરગ્રીન ફેશન છે. લેધર જેકેટ તમે જીન્સ, સ્કર્ટ સાથે પહેરી શકો છો. આ સીઝનમાં લેધરનો ક્રેઝ વધારે જોવા મળશે તેથી તમે પણ  લેધરની વસ્તુઓ ખરીદી શકો છો.

એનિમલ પ્રિન્ટિ : આ વર્ષે શિયાળાની સીઝનમાં પ્રિન્ટવાળા આઉટફિટ પણ ચલણમાં રહેશે. તેમાં પણ લેપર્ડ પ્રિન્ટ, બ્રાઉન સ્પોર્ટી પેટર્નવાળા ડ્રેસ સૌથી વધારે ફેશનમાં રહે છે. લેપર્ડ પ્રિન્ટની મીડી સ્કર્ટ તમને સ્માર્ટ લુક આપી શકે છે.

બ્રાઉન શેટનો ટ્રેન્ડ :  આ વર્ષે બ્રાઉન શેડ ટ્રેંડમાં છે. આ શેડના જંપ સૂટ અને જિપ કોટ પણ સ્ટાઈલમાં વધારો કરશે.

લેયરિંગથી મળશે નવો લુક : તમે કપડામાં  લેયરિંગ કરીને પણ અલગ-અલગ લુક મેળવી શકો છો. ટ્રેંચ કોટ સાથે સ્કાર્ફને  લેયર કરી શકો છો. આ ઉપરાંત ડેનિમ જેકેટ સાથે ઉનના કોટને લેયર કરી શકો છો.

(10:06 am IST)