Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ઓપેકમાંથી બહાર નીકળી જતા કતર સામે આકરા પગલાંની ચેતવણી

અમેરિકા અને સાઉદી અરેબિયાએ કતારના નિર્ણંયની ટિકા કરી

ક્રુડ ઓઇલનો વ્યાપાર કરનારા દેશો વચ્ચે તકરાર વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે કતાર દેશે આ ઓપેકમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો છે. જેની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે પડી રહી છે.

અમેરિકા અને સાઉદી અરેબિયાએ આ પગલાની ટિકા કરી છે અને કતાર સામે આકરા પગલા લેવાની ચેતવણી પણ આપી છે. ઓપેક એ ક્રુડ ઓઇલની નિકાસ કરનારા દેશોનું એક સંગઠન છે.

જે ક્રુડ ઓઇલના ભાવ અને જથ્થા વગેરે સહીતના નિયમો પર ચાલે છે. જેમાં સાઉદી અરેબિયા પણ જોડાયેલુ છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી સાઉદી અરેબિયા સાથે કતારને તકરાર ચાલી રહી છે. સાઉદી અરેબિયાએ પોતાના હવાઇ વિસ્તારમાંથી કતારના વિમાનો પસાર કરવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે.

(12:27 pm IST)