Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અમેરીકામાં ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં ગાંજાના ઉપયોગમાં વધારો

નવા આંકડાઓ અનુસાર, ગર્ભાવસ્થા દરમ્યાન સીગારેટ કે આલ્કોહોલ પીવા કરતા સ્ત્રીઓ ગાંજો વધારે લે છે. ૨૦૦૨ થી ૨૦૧૬ વચ્ચે ગર્ભાવસ્થા દરમિયાન ધુમ્રપાન કરતી સ્ત્રીઓમાં ઘણો ઘટાડો થયો છે. એવું તાજેતરમાં પ્રકાશિત થયેલ એક રીપોર્ટ કહે છે. આ ઘટાડો ૨૦૦૨માં ૧૭.૫ ટકા થી ૨૦૧૬માં ૧૦ ટકાએ પહોંચ્યો છે. જ્યારે દારૂ પીનાર ગર્ભાવતી સ્ત્રીઓમાં થોડો એટલે કે ૧૦ ટકાથી ઘટીને ૮.૫ ટકા થયો છે. પણ ગર્ભવતી સ્ત્રીઓમાં ગાંજાનો વપરાશ ૩ ટકાથી વધીને ૫ ટકા પર પહોંચ્યો છે.

નેશનલ સર્વે ઓફ ડ્રગ યુઝ એન્ડ હેલ્થ હેઠળ ૧૨૦૦૦ ગર્ભવતી સ્ત્રીઓના ૨૦૦૨ થી ૨૦૧૬ વચ્ચે કારાયેલા આ સર્વેમાં આ માહિતી બહાર આવી છે.

જો કે રીસર્ચ પેપરમાં આના માટેના કારણો નથી જણાવાયા. પણ એવી ધારણા છે કે દેશમાં ગાંજા માટેના કાયદામાં અપાયેલી છુટછાટ આનું કારણ હોઈ શકે. અમેરીકાના મોટા ભાગના રાજ્યોમાં મેડીકલ મારીજુઆના (ગાંજો)ને કાયદેસર બનાવાયો છે, જ્યારે મોજ મજા માટે ગાંજો ૯ રાજ્યોમાં કાયદેસર છે. જેને આ વધારામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન ધુમ્રપાનમાં ઘટાડો થયો છે. તેની સાથે સાથે કુલ અમેરીકનોમાં પણ ધુમ્રપાનમાં ઘટાડો થયો છે. અમેરીકામાં ધુમ્રપાન કરનારની સંખ્યા ૨૦૦૫માં ૪૫.૧ મિલિયન હતી. જ્યારે ૨૦૧૫માં ઘટીને ૩૬.૫ મિલિયન થઈ હતી. જે અમેરીકન વસ્તીના ૧૫ ટકા હતી.  જોકે ધુમ્રપાન કરનારાઓને ગર્ભવતી, કાળી સ્રીઓ, ૨૬ થી ૪૪ વર્ષની સ્રીઓ અને હાઈસ્કૂલ પૂરી ન કરી હોય તેવી સ્રીઓ જેવા વર્ગીકરણ ઉપર ધ્યાન નહોતુ અપાયુ.

ધૂમ્રપાન આ વર્ષો દરમિયાન લગભગ સ્થિર રહ્યું છે. જ્યારે રીસર્ચરોનું કહેવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન વધારે ધૂમ્રપાન આવનાર બાળક માટે ફેરલ આલ્કો હોલીક ડીસઓર્ડર જેવી આરોગ્ય વિષયક સમસ્યાનું જોખમ ઉભું કરે છે. નિષ્ણાંતો હજુ પણ કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ ધૂમ્રપાન ન કરવું જોઈએ.

રીસર્ચ પત્રના લેખકોનું કહેવું છે કે પ્રજામાં આના માટે વધારે જાગૃતિ લાવવાની જરૂર છે. (ટાઈમ્સ હેલ્થમાંથી સાભાર)

(9:28 am IST)