Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સોશ્યલ મીડિયાનો યોગ્ય ઉપયોગ તમને વજન ઉતારવાના મિશનમાં કામ લાગી શકે

નવી દિલ્હી તા. ૪: આપણે દર વખતે સોશ્યલ મીડિયાને કારણે બેઠાડુ જીવન વધી ગયું હોવાની અને દંભભર્યું જીવન વધી ગયાની વાતો કરીએ છીએ; પરંતુ અમેરિકાના કેલિફોર્નિયાના નિષ્ણાતોનું કહેવું છે કે જો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવાં સોશ્યલ પ્લેટફોર્મ્સનો ઉચિત ઉપયોગ કરવામાં આવે તો એ તમને વજન ઘટાડવા માટે પ્રોત્સાહન પૂરૃં પાડી શકે છે. વજન ઘટાડવાની સફર દરમ્યાન જો તમે નિયમિતપણે તમારા પ્રયત્નોને શેર કરીને તમારી તસવીરો પોસ્ટ કરતા રહો. તો મિત્રો દ્વારા યોગ્ય પ્રોત્સાહન મળી શકે છે. સોશ્યલ શેરિંગ કરતા હો ત્યારે તમે તમારો વેઇટ-લોસ પ્રયોગ જાળવી રાખવા માટે વધુ મકકમ અને દૃઢનિશ્ચય બની શકો છો. સોશ્યલ મીડિયા પર વર્ચ્યુઅલ ફિટનેસ સપોર્ટ કમ્યુનિટી પણ બની શકે છે જેમાં લોકો એકબીજાને વધુ ફિટ અને ફાઇન થવા માટે પ્રોત્સાહિત કરે છે.

(4:54 pm IST)