Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સજાતીય સંબંધો ધરાવતી સ્ત્રીઓમાં મોટાપાની સમસ્યા વધુ

નવી દિલ્હી તા. ૪: સ્રીઓને વજન ઉતારવાનું હોય ત્યારે તેટ અને કમરની આસપાસના ભાગોમાંથી ચરબી ઉતારતાં સૌથી વધુ તકલીફ પડે છે, પરંતુ તમને જો કહેવામાં આવે કે તમારો જાતીય પ્રેફરન્સ તમારા વજન અને ચરબીના ભરાવા પર આધારિત છે તો? શું એ શકય છે? અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે સ્ત્રીઓનો જાતીય પ્રેફરન્સ તેમના વજન પર અસર કરે છે. વિજાતીય સંબંધોમાં રસ ધરાવતી સ્ત્રીઓ કરતાં લેસ્બિયન સ્ત્રીઓ વધુ મેદસ્વી હોય છે એવું અમેરિકન અભ્યાસકર્તાઓએ તારવ્યું છે. કેલિફોર્નિયાના નિષ્ણાતોએ સ્ત્રીઓના વજન અને તેમના જાતીય પ્રેફરન્સની નોંધ લઇને તારવ્યું છે કે જાડી સ્ત્રીઓને અન્ય જાડી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ થવાનું પ્રમાણ વધુ હોય છે, જયારે પાતળી સ્ત્રીઓને અન્ય સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ થવાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, રિસર્ચરોએ લગભગ ૪૦૦૦ લેસ્બિયન સ્ત્રીઓનો અભ્યાસ કરીને આ તારવ્યું હતું. સજાતીય સંબંધોમાં રસ ધરાવતી સ્ત્રીઓમાં ૭પ ટકા સ્ત્રીઓ મેદસ્વી હતી. આ મહિલાઓ વજન ઉતારવા માટે ખાસ સક્રિય હોય એવું પણ નહોતું.

(4:54 pm IST)