Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સ્ત્રીઓ કરતાં પુરૂષો બમણું ખોટું બોલે છે

નવી દિલ્હી તા. ૪: રાજા હરિશ્ચંદ્ર પછી જીવનમાં કદી કોઇ ખોટું બોલ્યું ન હોય એવો માણસ શોધવો અઘરો છે. જુઠ્ઠું બોલવું માનવની ફિતરત થઇ ગઇ છે. એક પ્લેસ્ટેશનમાં રમી રહેલાં સ્રી-પુરૂષોનો અભ્યાસ કરીને એવું તારણ નીકળ્યું છે કે સ્ત્રીઓની સરખામણીએ પુરૂષો બમણું જુઠ્ઠું બોલે છે. લગભગ દર ચાર દિવસે એક વાર પુરૂષો ખોટું બોલે છે અને દસમાંથી એક પુરૂષ પોતાને ખોટું બોલવાનો એકસપર્ટ માને છે. વ્યાવસાયિક જીવનમાં ખોટું બોલવાની ફ્રીકવન્સી સ્ત્રી કે પુરૂષોના આધારે નહીં પણ તેમના પ્રોફેશનને આધારે નકકી થાય છે. ૭૧ ટકા લોકો માને છે કે રાજનેતાઓ સૌથી વધુ ખોટ્ટાડા હોય છે. માર્કેટિંગ અને સેલ્સનું કામ કરતા હોય એવા લોકો પણ પોતાનો પર્ફોર્મન્સ સુધારવા માટે અગણિત વાર ગપગોળા હાંકે છે.

 

(5:44 pm IST)