Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ભારતની મદદથી તૈયાર કરાયેલ ઈરાનના ચાબહાર પોર્ટનું પહેલુ ચરણ શરૂ

ઈરાનના ચાબહાર પોર્ટના પહેલા ચરણને રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ખુલ્લુ મુકયુ હતુ. આ અવસરે ભારત, અફઘાનિસ્તાન અને વિસ્તારના કેટલાય દેશોના પ્રતિનિધીઓ હાજર રહયા હતા. ઈરાનના દક્ષીણ પૂર્વ સિસ્તાન બલુચિસ્તાન પ્રોવીન્સમાં બનેલ આ ભાગથી ભારત, ઈરાન અને અફઘાનીસ્તાન વચ્ચે એક નવો રૂટ ખુલશે. આ પોર્ટ શરૂ થવાથી ભારત માટે સ્ટ્રટેજીક અને વ્યાપારીક સહીત કેટલાય કારણોસર ફાયદારૂપ છે. રશીયાના સોચી શહેરથી પરત ફરતા તેહરાનમાં રોકાયેલ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈરાની મંત્રી જાવેદ જરીફ સાથે આ મુદ્દે વાતચીત કરેલ. ભારત આ પોર્ટ બનવાથી પાકિસ્તાન ગયા વગર જ અફઘાનીસ્તાન અને તેનાથી આગળ રશીયા, યુરોપ સાથે જોડાઈ શકશે. ભારત, ઈરાન અને અફઘાનીસ્તાન વચ્ચે નવો રણનીતીક રૂટ મળ્યો છે. ત્રણેય દેશો વચ્ચે વ્યાપારમાંો વધારો થવાની શકયતા છે. આ પોર્ટ ચીન દ્વારા પાકિસ્તાનમાં ચલાવાતા ગ્વાદર પોર્ટથી લગભગ ૧૦૦ કિ.મી. જ દુર છે.

(4:52 pm IST)