Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

માઇગ્રેનનું નિવારણ થાય એવી દવા શોધાઇ

નવી દિલ્હી તા. ૪: આધાશીશી પ્રકારનો માથાના દુખાવો થાય ત્યારે પેઇનકિલર લીધા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. જોકે મોડર્ન મેડિકલ સાયન્સ હજી એ નથી શોધી શકયું કે માઇગ્રેન થવાનું મુખ્ય કારણ શું છે? એમ છતાં અમેરિકાની થોમસ જેફરસન યુનિવર્સિટીના નિષ્ણાતોએ એન્ટિ-બોડી થેરપી દ્વારા માઇગ્રેન પ્રિવેન્ટ થાય એવો પ્રયોગ કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના આંકડા મુજબ વિશ્વભરમાં લગભગ ૩૦ કરોડ લોકોને ક્રોનિક માઇગ્રેનની સમસ્યા છે. જે લોકોને દર મહિને પંદર વાર માથું દુખવાની સમસ્યા થાય છે એવા લોકોને આ આંકડામાં સમાવી લેવામાં આવ્યા છે. માઇગ્રેનનો હુમલો ન થાય એ માટે મગજના ચોક્કસ કોષોમાં ઇન્ફલમેશન ઘટાડે એવા એન્ટિ-બોડીઝ પેદા કરવાથી માથાના દુખાવાની ફ્રીકવન્સી ઘટે છે એવો દાવો થઇ રહ્યો છે.

(4:51 pm IST)