Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રોજ ૪૦ ગ્રામ ચીઝ ખાઓ તો હાર્ટ સ્વસ્થ રહેશે

નવી દિલ્હી, તા., ૪: ચીઝપ્રેમીઓ માટે મજાના સમાચાર ચાઇનીઝ નિષ્ણાંતો લઇ આવ્યા છે તેમના કહેવા મુજબ રોજ ચીઝ ખાશો તો સ્વસ્થ રહેવાશે. એટ લીસ્ટ હાર્ટ ડીસીઝની બાબતમાં તો ચોક્કસ ફાયદો થશે. એક તરફ મોટાભાગના નિષ્ણાંતો હાઇ ફેટ ધરાવતી ચીજો ખાવાથી હાર્ટ ડીસીઝ અને સ્ટ્રોક થતો હોવાનોદાવો કરે છે. જયારે ચાઇનીઝ રિસર્ચરોએ તાજેતરમાં એ હાઇફેટ ચીજોમાંથી ચીઝને અલગ તારવ્યું છે.

અલબત બેફામ માત્રામાં ચીઝ પેટમાં પધરાવવાની છુટ તેમણે નથી આપી. રોજ ૪૦ ગ્રામ જેટલુ ચીઝ જ ખાવુ જોઇએ. એમ કરવાથી હાર્ટ ડીસીઝનું જોખમ ૧૪ ટકા અને સ્ટ્રોકનું જોખમ દસ ટકા જેટલુ ઘટે છે.

અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જયારે લીલા શાકભાજી અને ફળોની સાથે ચીઝ ખાવામાં આવે છે ત્યારે શરીરમાં સાર કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે અને ખરાબ કોલેસ્ટરોલની માઠી અસરો ઘટાડી શકાય છે. ચીનની સોચાઉ યુનિવર્સિટીમાં ચાઇનીઝ અને બ્રિટીશ નિષ્ણાંતોએભેગા મળીને લગભગ દસ લાખ લોકોની ચીઝ ખાવાની આદતને તપાસ હતી. નિયમીત ધોરણે લીમીટેડ માત્રામાં ચીઝ ખાનરા લોકોમાં ખરાબ કોલેસ્ટરોલની જમાવટ થવાની સંભાવના ઘટે છે એવું તેમણે તારવ્યું હતું. ચીઝમાં ખાસ પ્રકારનો એસીડ આવેલો છે જે રકતવાહીનીઓને અંદરથી બ્લોક થતી અટકાવે છે. ચીનના નિષ્ણાંતોએ દુનિયાભરમાં થયેલા પંદર અભ્યાસોનું વિશ્લેષણ કરીને નોંધ્યું હતું કે ચીઝમાં ફેટ હોવા છતાં એમા વિટામીન્સ, મિનરલ્સ્, કેલ્શીયમ અને પ્રોટીન જેવા પોષક તત્વોની હાજરીને કારણે એ શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

(4:50 pm IST)