Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

૧.૯૩ કરોડની ફેરારી ચોરી લીધી, પણ પેટ્રોલ ભરવાના પૈસા માગવા જતા પકડાઈ ગયો

ન્યુયોર્ક, તા. ૪ :. કેલિફોર્નિયાના કોસ્ટા મેસા ટાઉનમાં આવેલા ફેરારીના સર્વિસ-સેન્ટર પરથી બે વીક પહેલા ફેરારી ચોરાઈ ગઈ. સીસીટીવી કેમેરાના ફુટેજમાં ફેરારીનું જેકેટ પહેરીને એક માણસ ગાડી લઈ ગયો હોવાનું દેખાતું હતુ. બે વીકથી પોલીસ કારની શોધમાં હતી, પણ કોઈ અતોપતો નહોતો. એવામાં ૩૮ વર્ષનો પેરેઝ રેન્જેલ નામનો યુવક સેન્ટા એના શહેરમાં એક પેટ્રોલ-પમ્પ પાસે કારમાં ફયુઅલ ભરાવવાના પૈસા માગતો જોવા મળ્યો હતો. કોઈકે મદદ કરી એ પછી તે પેટ્રોલ-પમ્પ પર આવ્યો, પણ તેને કારમાં કેવી રીતે ફયુઅલ ભરવાનું એ આવડતું નહોતું. એ જોઈને પેટ્રોલ-સ્ટેશન નજીક ઉભેલી પોલીસને શંકા ગઈ. પેરેઝની અટક કરીને તેની આકરી પૂછપરછ કરી. ચોરે તો સજ્જન હોવાનો ડોળ કરીને પોતે ચોરી નથી જ કરી એવું રટણ ચાલુ રાખ્યું, પણ કારની તૂટેલી ફૂટેલી હાલત જોઈને શંકા પાકી થઈ. ગાડી નંબર પરથી ફેરારી સર્વિસ-સ્ટેશન પરથી કન્ફર્મ થઈ ગયું કે આ જ ચોરાયેલી ગાડી છે.

(4:26 pm IST)