Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

લીડરશિપ શીખો આ ગલૂડિયા પાસે

લંડન, તા.૪: બે વર્ષ પહેલાં બ્રિટનમાં એક ફાર્મની ૨૭ વર્ષની માલિકણ હીધર રૂટરને તેના મંગેતરે ડેફ્ને નામનું ગલૂડિયું ભેટ આપ્યું. એક માદા શ્વાનનું એ બાળ રૂપ હીધરને એટલુંબધું ગમી ગયું કે તેને ફાર્મના રખેવાળ ચાર ડોગીની લીડરશિપ સોંપી દીધી. કોર્ગી જાતિના એ ડાઙ્ખગીના રૂપરંગને કારણે હીધર અને અન્ય સાથીઓ એને શીપડોગ પણ કહે છે. જેમ સાપ કરડે નહીં, પણ ફૂંફાડો મારે તોયે એનો પ્રભાવ સચવાય, એ રીતે ડેફ્ને કયારેય કરડે નહીં, પણ ફકત અવાજથી પ્રભાવ જળવાય છે. એને અન્ય ડોગીની સાથે ખાવાની પીરસાતું નથી, કારણ કે ખાવા-પીવામાં એને હુંસાતુંસી કરવાનું ફાવતું નથી. રહેવાની રજવાડી સગવડની માફક એને જમવાનું પણ રજવાડી મળે છે. એ શીપડોગને ભાવતી ચીજ સહિતની વાનગીઓ લગભગ રોજ એને અલગ રૂમમાં પીરસવામાં આવે છે. ડેફ્નેને આખા બ્રિટનમાં ઘેટાં ચરાવવા લઈ જતી એકમાત્ર ડોગી ગણવામાં આવે છે. ૨૦૧૮માં ક્રિસમસ ગિફ્ટરૂપે હીધરને તેના મંગેતરે ભેટ આપેલી ડેફ્નેને ફાર્મના રક્ષણની કે ઘેટાંને ચરાવવા લઈ જવા સંબંધી ઝાઝી તાલીમ આપવાની જરૂર પડી નહોતી. એ જોઈ જોઈને શીખી ગઈ હતી.

(11:14 am IST)