Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ભારતીય મૂળના વ્યક્તિને બ્રિટેનમાં મળી 15 વર્ષની કેદની સજા

નવી દિલ્હી: થોડા દિવસ પહેલા અપરાધની એક ઘટના સામે આવી હતી અને તે ઘટના હતી બ્રિટેનની અદાલતે દક્ષિણી-પૂર્વી ઈંગ્લેન્ડમાં ચપ્પુની અણીએ યુવતી સાથે બળાત્કાર તેમજ લૂંટ આચરવાની ઘટનામાં એક ભારતીય મૂળના શખ્સને 15 વર્ષની કેદની સજાની સુનવણી કરી છે. આઇસ્લેવથ ક્રાઉન અદાલતે દલજીત ગ્રેવાલને બળાત્કાર,તેમજ શારીરિક અડપલાં તથા ચોરીની ઘટના આરોપી કહીને આ સજાની સુનવણી કરી છે.

                     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ માત્ર સજા જ નહીં પરંતુ સજા પુરી કર્યા પછી તેમને પાંચ વર્ષ સુધી તેમના પર સખ્ત નજર રાખવામાં આવશે આ શખ્સે મહિલાના ઘરે જઈને તેમના પર ચપ્પુની અણી રાખી બળાત્કાર તેમજ ચોરીની ઘટનાને વારદાત આપતા તેમને આ સજાની સુનવણી કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:14 pm IST)