Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પીડાદાયક સ્મૃતિઓને મિટાવી શકે એવી દવા હવે હાથવેંતમાં

ટોરેન્ટો,તા.૪:કેનેડામાં ફ્રેન્ચ ભાષામાં વ્યવહાર કરતા કવેબેક પ્રાંતની મેકગ્રિલ યુનિવર્સિટીમાં ડો. એલન બ્રુનેટ સ્મૃતિઓના વ્યાપ અને ઉભરાટ પર નિયંત્રણ માટેની દવાનું સંશોધન કરે છે. ડો. એલન બ્રુનેટ પીડાદાયક સ્મૃતિઓનું જોર ઘટાડવા કે નાબૂદ કરવાની દિશામાં પાયારૂપ ટેકિનક શોધવાની આશા રાખે છે. એક વખતમાં જે વિષયને સાયન્સ ફિકશનની કલ્પના સમાન ગણવામાં આવતો હતો એ હવે લોકો માટે હકીકત બનશે. એડ્જસ્ટમેન્ટ ડિસઓર્ડરથી પીડિત વ્યકિતઓને આ સંશોધનથી ઘણી રાહત થશે. પ્રેમસંબંધોમાં દગાની લાગણીથી પીડિત અને એ દુખોને ભૂલવા ઇચ્છતા ૬૦ જણનો સાઇકિયાટ્રિક સ્ટડી કરવામાં આવ્યો હતો. બ્લડપ્રેશર પર નિયંત્રણ માટેની સસ્તી દવા પ્રોપેનોલ આપીને એ વ્યકિતઓને પીડાદાયક સ્મૃતિઓ તાજી કરવા જણાવવામાં આવ્યું હતું. આવો પ્રયોગ પાંચથી છ વખત કરવામાં આવ્યો હતો. એલન બ્રુનેટ માને છે કે પ્રોપેનોલ દુખદાયક ભાવનાત્મક સ્મૃતિઓને નિંભર કરી શકે છે.

(3:33 pm IST)