Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

લગ્ન તૂટવાનું કારણ પતિએ ગણાવ્યો પત્નીના પ્રેમીને દોષી :વળતરમાં કોર્ટે આપ્યા પાંચ કરોડ

છૂટાછેડા પછી પતિને ખબર પડી કે તેની પત્નીને એક કૉ-વર્કર સાથે અફેર છે

કેવિન હાર્વડે પોતાના જીવનને ત્યારે તૂટતો જોયો જ્યારે 12 વર્ષથી તેની પત્ની રહી ચૂકેલી મહિલાએ તેને છૂટાછેડા આપ્યા હતા  પછીથી તેને ખબર પડી કે તેની પત્નીના એક કૉ-વર્કર સાથે અફેર છે એટલે કે તે તેની સાથે દગો કરી રહી હતી. પણ તેને ખુશી ત્યારે થઈ જ્યારે નોર્થ કેરોલિનાના એક  ન્યાયાધીશે તેની વાત પર સહેમતિ દર્શાવી. કહેવામાં આવ્યું કે તે બીજા વ્યક્તિએ લગ્ન તૂટવા માટે દોષી જાહેર કરવામાં આવ્યો. તે દરમિયાન જ હાર્વર્ડને 750000 એટલે કે 5 કરોડથી વધુનું વળતર પણ આપવામાં આવ્યું. અમેરિકન મીડિયાએ ગુરુવારે સૂચના આપી.

હાવર્ડે સ્થાનિક ટેલિવિઝન સ્ટેશન આઇઆઇટીએનને જણાવ્યું કે, "તેણે (પત્ની)એ મને જણાવ્યું કે છૂટાછેડા ઇચ્છે છે, કારણ કે હું વધારે કામ કરું છું, આસપાસ નથી રહેતો. સીએનએન (સમાચાર) પ્રમાણે, એક અંગત જાસુસને ખબર પડી કે તેની પત્નીનો એક સહકર્મી સાથે અફેર ચાલી રહ્યો હતો, જેને તે (હાવર્ડ) પહેલા ક્યારે મળ્યો હતો. તેના પર હાવર્ડે કહ્યું, "તે અમારા ઘરે આવ્યો અને અમારી સાથે જમ્યો. અમે અનેક વાતો શૅર કરી. અંગત જીવન વિશેની પણ વાતો કરી હતી."

(10:04 pm IST)
  • પ્રોફેશનલ ક્રિકેટર્સ અસોસીએશનનો પ્લેયર ઓફ ધ યર બન્યો બેન સ્ટોકસ access_time 3:59 pm IST

  • સુરતનાં વરાછા વિસ્તારમાં અત્યારે સાંજે ૫ વાગ્યે જોરદાર વરસાદી ઝાપટું પડી ગયું access_time 8:21 pm IST

  • સંજય નિરૂપમ કાળઝાળઃ જે રીતે પક્ષમાં ટિકીટો અપાય રહી છે તે જોતા મોટાભાગનાની ડીપોઝીટ જપ્ત થશે : સોનિયાના લોકો રાહુલ ગાંધી વિરૂધ્ધ કરી રહ્યા છે ષડયંત્રઃ છોડી દઇશ કોંગ્રેસઃ હું પક્ષ માટે પ્રચાર નહિ કરૂ access_time 3:59 pm IST