Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

હોંગકોંગ: માસ્ક પહેરવા પર સરકારનો પ્રતિબંધ: હિંસક પ્રદર્શનને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો નિર્ણય

નવી દિલ્હી: હોંગકોંગમાં સરકારે શુક્રવારના રોજ માસ્ક પહેરીને પ્રદર્શન કરી રહેલ પ્રદર્શનકારીઓ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે એક ઓક્ટોબર ચીનના રાષ્ટ્રીય દિવસ દરમ્યાન  હિંસક આંદોલન થયા હતા જેના પછી સરકારે નિર્ણય લીધો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આપાતકાલીન નિયમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે 52 વર્ષોમાં આ કાનૂનને પ્રથમવાર લાગુ પાડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે આ  ઘોષણાથી હજારો નકાબપોશ  પ્રદર્શનકારીઓને ચેતવણી આપવામાં આવી છે.

(7:30 pm IST)