Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કેન્યા નજીક બસ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 12ના કમકમાટીભર્યા મોત: અન્ય ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: કેન્યામાં કિસુમુમાં બસ અને ટ્રક વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં એક બાળક સહીત ઓછામાં ઓછા 13 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્યને ગંભીર રીતે ઇજા પહોંચી છે. કિસુમુના પોલીસ કમાંડર બેસન માવીયુંએ આપેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બસ પશ્ચિમી કેન્યાના સિયાયા કાઉંટીથી રવાના થઇ હતી.

          કિસુમુના રસ્તાથી નૈરોબી જતી બસ મધ્ય રાત્રીએ અંદાજે 1.30 વાગ્યાની આસપાસ કિસુમુ કેરીચો રાજમાર્ગ પર એક ભારે વાહન સાથે અથડાતા ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળક સહીત 12 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઘણા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને  સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(7:29 pm IST)
  • વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ટેકાથી ઇલાબેન ચૌહાણનો વિજય : ઇલાબેને કોંગ્રેસના નીલાબેનને આપી હાર access_time 1:00 pm IST

  • મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની ચોથી યાદી જાહેર : ચોથી યાદીમાં 19 ઉમેદવારોના નામ સામેલ : આ પહેલા 122 ઉમેદવારો જાહેર કર્યા બાદ પાર્ટીએ ચોથી યાદી બહાર પાડી : પહેલી યાદીમાં 51, બીજી યાદીમાં 52 અને ત્રીજી યાદીમાં 20 નામ હતા જયારે ચોથી યાદીમાં વધુ 19 ઉમેદવારો જાહેર કર્યા access_time 1:15 am IST

  • છત્તીસગઢમાં ઓબીસી અનામત વધારીને 27 ટકા કરવા પર હાઇકોર્ટની બ્રેક : છત્તીસગઢ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ નિર્ણંય પર રોક લગાવી છે જેમાં અન્ય પછાત વર્ગને 14 ટકાની જગ્યાએ 27 ટકા અનામત અપાવની વાત કહેવાય હતી : 15મી ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બુધેલે અન્ય પછાત વર્ગ માટે અનામતનો દાયરો 14 ટકાથી વધારીને 27 ટકા કરવાની જાહેરાત કરી હતી access_time 1:10 am IST