Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

હવે બજારમાં આવી છે શાકાહારી ફિશઃ લંડનની રેસ્ટોરન્ટમાં લોકોની પડાપડી

લંડન, તા.૪: કયારેય શાકાહારી માછલી વિશે સાંભળ્યું છે? ન સાંભળ્યું હોય તો હવે બજારમાં શાકાહારી ફિશ મળતી થઇ છે. લંડનની એક રેસ્ટોરન્ટમાં શાકાહારી ફિશ પીરસવામાં આવી રહી છે.

ડેનિયલ સટનના નવા રેસ્ટોરન્ટના મેન્યુમાં ફિશ, ચિપ્સ અને કોકટેલ બધુ જ છે. આ શાકાહારી ફિશ કેળાના કૂલ અને સમુદ્રી છોડ સેમ્ફાયરથી બનાવવામાં આવે છે. તેનો ટેસ્ટ ફિશ જેવો છે. તેને ડિપ ફ્રાય કરવામાં આવે છે.

(3:45 pm IST)