Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સ્ટ્રેસને કારણે સ્ત્રીઓની ફર્ટિલિટી ઘટે છે, પુરૂષોની નહીં

ન્યુયોર્ક તા ૪ : જે યુગલો ગર્ભધારણ માટે મથતા હોય અને સફળતા ન મળતી હોય તો ફીમેલ પાર્ટનરનું સ્ટ્રેસ-લેવલ તપાસી લેવું જોઇએ. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કેહેવું છે કે સ્ટ્રેસથી ડાયરેકટ ફર્ટિલીટી ઘટી જાય છે એવું નથી હોતું, પરંતુ કન્સીવ કરવામાં મુશ્કેલી જરૂર પડે છે. જો કોઇ યુગલમાં સ્થ્રીને સ્ટ્રેસ વધુ રહેતું હોય તો એનાથી ગર્ભધારણ થવામાંમુશ્કેલી પડે છે. પુરૂષોમાં સ્ટ્રેસ હોય કે ન હોય, એનાથી કન્સીવ કરવામાં ખાસ અસર નથી થતી. અભ્યાસકર્તાઓએ ૪૭૬૯ ર્ત્રીઓ અને ૧૨૭૨ પુરૂષોને ઇન્ફર્ટિલિટીની હિસ્ટરી તપાસી હતી. જે સ્ત્રીઓના શરીરમાં સ્ટ્રેસ-સ્કેલ ૨૫ યુનિટ જેટલો હોય છે તેમને ૧૦ સ્ટ્રેસ-સ્કેલ ધરાવતી મહિલાઓ કરતા ગર્ભધારણ કરવામાં ૧૩ ટકા વધુ મુશ્કેલી પડે છે.

(3:45 pm IST)