Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

કાર - બસમાં મુસાફરી દરમ્યાન બહુ વોમિટ થાય છે? તો ફ્રેન્ચ કંપનીએ શોધેલાં આ ચશ્માં ટ્રાય કરી જૂઓ

નવી દિલ્હી તા. ૪ :.. તમને કાર કે બસની મુસાફરીમાં વારંવાર વોમિટીંગ થયા કરતી હોય તો એ સમસ્યા મોશન સિકનેસ કહેવાય છે. આ સમસ્યા માટે ફ્રેન્ચ સ્ટાર્ટઅપ કંપનીએ ખાસ ચશ્માં શોધ્યાં છે. સીટ્રોએન નામના આ ગ્લાસિસમાં વચ્ચે ખાસ પ્રકારનું ફલુઇડ ભરેલું હોય છે. જેમ-જેમ વાહનનું હલનચલન થાય એમ ચશ્માંમાં ભરેલું લિકિવડ પણ હલતું હોય છે. સતત દસ-બાર મીટી પહેરી રાખવાથી આંખને દેખાતી લિકિવડની મૂવમેન્ટ અને શરીરના હલનચલન વચ્ચે ખાસ અનુસંધાન સધાય છે અને વ્યકિતને મોશન સિકનેસનાં લક્ષણો ઘટી જાય છે. એટલું જ નહીં, આ ચશ્માં પહેરીને તમે હલતા વાહનમાં આરામથી પુસ્તક વાંચવું કે સ્માર્ટફોન વાપરવા જેવું કામ કરી શકો છો અને એ પછી પણ માથું દુખવું કે આંખો ખેંચાવી જેવી સમસ્યા નથી થતી એવો દાવો કંપનીએ કર્યો છે. આ કંપનીનું કહેવું છે કે જયારે આંખમાં દેખાતું દૃશ્ય અને કાનના અંદરના ભાગમાં થતું હલનચલન એક લયમાં નથી રહેતું ત્યારે મોશન સિકનેસ થાય છે અને આ ચશ્માં દ્વારા એ બન્ને ક્રિયાઓ વચ્ચે લય સધાય છે. (પ-૧૦)

(11:54 am IST)