Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

વૃધ્ધોને ફ્રેકચર થયું હોય તો એ પછી એકસરસાઇઝ કરાવશો તો ફરી ફ્રેકચર થવાની સંભાવના ઘટશે

કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના નિષ્ણાતોએ ઓસ્ટિઓપોરોસિસ અને ફ્રેકચરનું રિસ્ક ધરાવતા સ્ત્રી-પુરૂષો પર પ્રયોગ કર્યો હતો

નવી દિલ્હી તા. ૪ :.. પ્રૌઢાવસ્થા પછી સ્ત્રી-પુરૂષોને જો ફ્રેકચર થયું હોય તો એ પછીના એક વર્ષમાં ફરીથી ફ્રેકચર થવાની સંભાવના લગભગ ત્રણગણી વધી જાય છે. આવા સંજોગોમાં વૃધ્ધોને કસરત કરાવવી બહુ જ મહત્વની છે. એમ કરવાથી હાડકાંની ક્ષમતા સુધરે છે. જો હાડકું ભાંગ્યા પછી વડીલો સાવ જ બેઠાડુ જીવન જીવવા લાગે તો હાડકાં વધુ નબળાં પડે છે.

કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના નિષ્ણાતોએ ઓસ્ટિઓપોરોસિસ અને ફ્રેકચરનું રિસ્ક ધરાવતા સ્ત્રી-પુરૂષો પર પ્રયોગ કર્યો હતો.

પ૦ વર્ષથી મોટી વયનાં ૧૭,૭ર૧ પુરૂષો અને પ૭,૭૮૩ સ્ત્રીઓ પર થયેલા અભ્યાસમાં જોવા મળ્યું હતું કે એક વાર ફ્રેકચર થયું હોય એવા લોકોને થાપા, સ્પાઇન અને હાથનું હાડકું ભાંગે એવી સંભાવના વધી જાય છે.

ખાસ કરીને ફ્રેકચર થયા પછીનું પહેલું વર્ષ વધુ જોખમી હોય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ૮૪ વર્ષ સુધીની એજ સુધી જે સ્ત્રી-પુરૂષો રોજ કેટલોક સમય ચાલવાનું, તાઇચી, યોગાસન, સ્ટ્રેચિંગ જેવી કસરતો કરે છે તેમને ફરીથી હાડકું ભાંગવાનું જોખમ ઘટી જાય છે. (પ-૯)

(11:54 am IST)