Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

શું તમારે વજન વધારવુ છે? તો સેવન કરો પલાળેલા ચણાનું

ચણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટે  પલાળેલા ચણા ખાવાથી કેટલી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. ચણામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ, વિટામીન અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. ચણા રોગપ્રતિકારક  ક્ષમતાને મજબુત કરવામાં મદદરૂપ છે. પલાળેલા ચણા ડ્રાઇફ્રુટ્સની જેમ કામ કરે છે. મુઠ્ઠી એક ચણાને રાત્રે પલાળી અને સવારે ખાલી પેટે સેવન કરવુ એ જ યોગ્ય રીત છે.

કીડનીની સમસ્યા :  જો કીડની સંબધી સમસ્યા છે, તો ચણાનુ સેવન ફાયદાકારક છે. ચણા કીડનીમાંથી વધારાનો ક્ષાર કાઢવામાં મદદ કરે છે.

વજન વધારવો : જો તમે વજન વધારવા ઇચ્છો છો તો દરરોજ પલાળેલા ચણાનું સેવન કરો તેનાથી મસલ્સ મજબુત થાય  છે અને વજન વધવા લાગે છે.

કબજીયાતથી છુટકારો : ચણામાં મોટા  પ્રમાણમાં ફાઇબર્સ હોય છે. જે પાચન ક્રિયાને યોગ્ય કરી પેટ સાફ કરે  છે. ચણા   ખાવાથી કબજીયાતની સમસ્યા પણ દુર થાય છે.

એનર્જી : ચણા  એનર્જીનો સારો એવો સ્ત્રોત છે. પલાળેલા ચણાનું સેવન કરવાથી શારીરિક નબળાઇ દુર થાય છે.

યુરિનની સમસ્યા : વારંવાર પેશાબ લાગવાની કીપ્રોબ્લેમ છે, તો પલાળેલા ચણાની સાથે ગોળનું સેવન કરવાથી યુરિનની સમસ્યા દુર થાય છે.

(9:39 am IST)