Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાત્રે ભર પેટ જમતા લોકો થઇ જજો સાવધાન:બની શકાય છે રોગનું શિકાર

નવી દિલ્હી: કહેવાય છે કે સવારના નાસ્તો રાજા-મહારાજા જેવો હોય છે જ્યારે બપોરનું ભોજન રાજકુમાર જેવું પણ રાત્રે તો નિર્ધન જેવું ભોજન કરવું જોઇએ. પરંતુ થાય છે ઉંધું, આપણે ત્યાં રાત્રે ભરપેટ ભોજન કરવામાં આવે છે જેના કારણે લોકો રોગોના શિકાર બને છે.

             ઉલ્સ્ટર યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં એ વિગત બહાર આવી છે કે વયસ્ક લોકો આખા દિવસમાં ગ્રહણ કરવામાં આવતી 40 ટકા કેલરી માત્ર રાત્રિના ખોરાકમાં મેળવે છે. એનાથી જાડાપણું, ડાયાબીટીસ, અને હૃદયરોગનો ખતરો વધી જાય છે. સંશોધનોએ વર્ષ 2012થી 2017 વચ્ચે યુકે નેશનલ ડાયટ એન્ડ ન્યુટ્રીશન સર્વેમાં નોંધાયેલ 1200 વયસ્કોનાં ખાનપાન સાથે જોડાયેલ આંકડાનું વિશ્ર્લેષણ કર્યું હતું

(7:51 pm IST)