Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ઓએમજી.....આ કોરોના સંક્રમિત શખ્સે બસના 67 મુસાફરોમાંથી 23 લોકોને કોરોનાનો ચેપ લગાવ્યો

નવી દિલ્હી: કોરોનાનો એક દર્દી બસમાં બેઠેલા 67 મુસાફરોમાંથી 23ને સંક્રમીત કરી શકે, નવો અભ્યાસ દર્શાવે છે કે પબ્લીક ટ્રાન્સપોર્ય જેવા નાના બંધ વાતાવરણ- જગ્યામાં વાઈરસ ઝડપથી ફેલાઈ શકે છે.આ અભ્યાસના તારણો ભારત માટે મહત્વના છે. અનલોકીંગના 4થા તબકકામાં બસો અને મેટ્રો ટ્રેનો શરુ કરવાની યોજના છે એ જોતાં આ અભ્યાસના તારણો સતાવાળાઓને ફરી વિચાર કરવા મજબૂર કરે તેવો છે.

      અમેરિકન મેડીકલ એસોસીએશનના જર્નલ જામા ઈન્ટરનલ મેડીસીનમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે પુર્વ ચીનમાં ધાર્મિક સ્થળની મુલાકાતે બે બસમાં 128 મુસાફરો ગયા હતા. એર રિસકર્યુલેશન અને કોવિડ 19ના દર્દીવાળી બસમાં જુદી બસમાં ગયેલા લોકો કરતાં સાર્સ કોવ-2ના સંક્રમણનું જોખમ વધુ હતું. સુપર સ્ક્રેડરમાં બસમાં મુસાફરી વખતે તાવ-ઉધરસ જેવા લક્ષણ નહોતા. માસ્ક ચીનમાં ફરજીયાત બનાવાયો એ પહેલાંની, 19 જાન્યુઆરીની આ વાત છે. ચીનના મેજીયાંગ પ્રાંતમાં આ અભ્યાસ કરાયો હતો. બસમાં માંદા માણસો આગળ અને પાછળ બેઠા હતા. મતલબ કે અન્ય મુસાફરો 1-2 મીટરના (ત્રણથી 6 ફુટ) અંતરે બેઠેલા હતા. સામાન્ય રીતે ફેલાતા હોવાનું માનવામાં આવે છે.

(7:50 pm IST)