Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

અફઘાનિસ્તાનના જાજાન પ્રાંતમાં દુર્ઘટનાવશ વિસ્ફોટના પગલે અફડાતફડી: 17 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના જાજાન પ્રાંતના અકચા જિલ્લામાં મંગળવારના રોજ એક દુર્ઘટના બનતા તેમાં થયેલ વિસ્ફોટમાં 17 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. પ્રાંતીય સરકારના પ્રવક્તા ફરીદુન અનિકે બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જિલ્લાના બજારમાં ગઈકાલે યુદ્ધના વિસ્ફોટક અવશેષમાં દુર્ઘટનાવશ વિસ્ફોટ થઇ ગયો હતો જેમાં ઓછામાં ઓછા 17 લોકોને ઇજા પહોંચી છે.

     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:38 pm IST)