Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

73 વર્ષ પહેલા ડૂબેલ જહાજ ટાઇટેનિકને લઈને મહત્વના સમાચાર: આ તારીખે આવી હતી સામે પ્રથમ તસ્વીર

નવી દિલ્હી: દુનિયાનું સૌથી મોટું વાષ્પ આધારિત યાત્રી જહાજ ટાઇટેનિક ઇંગ્લેન્ડના સાઉથ હૈપટનથી પોતાની પ્રથમ યાત્રા પર 10 એપ્રિલ 1912ના રોજ રવાના થયું હતું અને પોતાની મંજિલ સુધી પહોંચી શક્યું નહોતું. દુનિયાની સૌથી સુરક્ષિત અને ક્યારે પણ ન ડૂબનાર જહાજનું નામ તેને આપવામાં આવ્યું હતું.

        આ જહાજ ચાર દિવસની યાત્રા પછી 14 એપ્રિલ 1912ના રોજ એક હિમશીલા સાથે અથડાઈ ગયું હતું અને સમુદ્રમાં ડૂબ્યા પછી આ જહાજની પ્રથમ તસ્વીર તેમના ડૂબ્યાના 73 વર્ષ પછી 4 સપ્ટેબર 1985ના રોજ પ્રથમવાર સામે આવી હતી ઇતિહાસની શાતિકાળની સૌથી મોટી સમુદ્રી આપદાઓમાંથી એક આ ઘટના બની હતી જેમાં 1500થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.

(6:36 pm IST)