Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ જાણવા મળ્યું કંઈક આવું

નવી દિલ્હી: પ્રૅગનેન્ટ થવા માટે જ્યાં દુનિયાભરમાં IVF ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં ઘણી વાર તેના સંબંધિત મુશ્કેલી પણ સામે આવે છે. પરંતુ રશિયામાં એક હેરાન કરનારી બાબત સામે આવી છે. મોસ્કોમાં એક પત્નીએ પોતાના પતિના સ્થાને પોતાના બોયફ્રેન્ડના સ્પર્મનો ઉપયોગ કરી નાખ્યો અને પ્રૅગનેન્ટ થઈ ગઈ. પત્નીએ જાતે જ આ વાતનો સ્વીકાર કર્યો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર પતિને સ્પર્મ બદલાયાની જાણકારી ત્યારે મળી જ્યારે પત્ની સાથે તેનો સંબંધ ખરાબ થઈ ગયો. ત્યાં સુધીમાં બાળકની ઉંમર લગભગ 1 વર્ષ જેટલી થઈ ગઈ હતી. મેક્સિમ અનોખિન પહેલાં પોતને બાળકનો બાયોલોજિકલ પિતા સમજી રહ્યો હતો. મોસ્કોમાં આવેલી ક્લીનીક કુલાકોવ મેડિકલ સેન્ટર ઉપર તેણે કેસ દાખલ કર્યો હતો અને ક્લીનીકે દંડ પેટે 4.2 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

(6:48 pm IST)