Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

દુનિયાની સૌથી ખતરનાક જેલ:આફ્રિકાની આ જેલમાં કેદીઓ અંદરો અંદર એક બીજાનું ખૂન કરી ખાઈ જાય છે

નવી દિલ્હી:સમાજમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે ગુનેગારોને કાયદાકીય સજા આપી જેલની પાછળ ધકેલી દેવામાં આવે છે. દુનિયાભરની જેલોની આપે અનેક કહાની સાંભળી હશે. અનેક જેલો એવી છે, જ્યાં કેદીએ સાથે ખૂબ ખરાબ વ્યવહાર થાય છે. તો ઘણી જેલમાં તો થર્ડ ડિગ્રી આપી ટોર્ચર પણ કરાય છે. પણ આજે અમે એક એવી જેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દુનિયાની સૌથી ખતરનાક જેલોમાં સામેલ છે. અહીં કેદીઓને દર સમયે મોતનો ખતરો રહેલો છે. ફ્રિકાના રવાંડામાં આવેલી છે. એવુ કહેવાય છે કે, જેલમાં સુરક્ષા કર્મીઓ કેદીઓને કોઈ નુકસાન પહોંચાડતા નથી. પણ કેદીઓ અંદરોઅંદર એકબીજાને મારી નાખતા હોય છે. હૈરાન કરનારી વાત તો છે કે, અમુક કેદીઓ એકબીજાને મારીને ખાઈ પણ જાય છે. ગીતારામ સેન્ટ્રલ જેલની ક્ષમતા 600 કેદીઓની છે. પણ અહીં 7000 થી વધારે કેદીઓને રાખવામાં આવ્યા છે. જેલમાં જગ્યા હોવાના કારણે કેદીઓને આખો દિવસ ઉભા રહેવુ પડે છે. ગીતારામ જેલમાં કેદીઓ રાત દિવસ ઉભા રહેતા હોવાથી જલ્દીથી એકબીજાની બિમારીની ચપેટમાં આવી, જેના કારણે તેમના મોત થાય છે. જેલમાં દરરોજ 8 લોકોના મોત થાય છે.જો કે, માનવાધિકાર સંગઠનો જેલની વ્યવસ્થાને લઈ વિરોધ કરતા આવ્યા છે. જો કે, તેમ છતાં પણ અહીના જીવનમાં કોઈ સુધારો થયો નથી.

(6:16 pm IST)