Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ઓએમજી....આ બાળકે 3200 કિલોમીટર સાઇકલ ચલાવી 3.7 લાખ રૂપિયાનું રાહત ફંડ ભેગું કર્યું

નવી દિલ્હી: કોરોના વાયરસ દરમિયાન લોકો એકબીજાને મદદ કરી મિશાલો રજૂ કરી રહ્યા છે. કશે કોઇ મેરેથોન રનર પોતાના ઘરમાં દોડી રહ્યો છે, તો એક બાળક મેરેથોન દોડી ફંડ ભેગું કરી રહ્યા છે. રીતનો એક મામલો સામે આવ્યો છે. 5 વર્ષના બાળકે 3200 કિલોમીટર સાઇકલ ચલાવી છે. શા માટે? કોરોના રાહત કોષ માટે આ 5 વર્ષના બાળકે સાઇકલિંગના માધ્યમથી 3.7 લાખ રૂપિયાનું ફંડ ભેગુ કર્યું છે.

            બાળકનું નામ અનીશ્વર કુંચલા છે. 27 મેના રોજ તેણે એક અભિયાન શરૂ કર્યું હતું. જેનું નામ હતું Little pedallers Aneesh and his friends. અભિયાનમાં અનીશ્વરના 60 અન્ય મિત્રોએ પણ ભાગ લીધો.

(6:15 pm IST)