Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અફઘાનિસ્તાનની જેલમાં આતંકવાદી હુમલામાં : 29 કેદીઓના મૃત્યુ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરની જેલ પર ઇસ્લામાકિ સ્ટેટના આતંકીઓએ હત્પમલો કરી તેમના કેટલાક સાથીઓને છોડાવ્યા છે. તે દરમિયાન સુરક્ષા દળ સાથેના સંઘર્ષમાં ૨૯ કેદીના મોત થયા અને ૫૦થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. હત્પમલા બાદ બીજા વિસ્તારથી સુરક્ષા દળને સ્થળ પર મોકલવામાં આવ્યા. જેમણે ફરીથી જેલને પોતાના કબ્જામાં લધી અને આસપાસના ગામોમાં સર્ચ ઓપરેશન કયુ હતું. અભિયાન દરમિયાન ભાગી ગયેલા ઘણા આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા હતા. હત્પમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટના ખોરાસન જૂથે લીધી છે.

          મળતી માહિતી મુજબ, રવિવારે નંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદમાં બનાવવામાં આવેલી જેલમાં સુરક્ષા કર્મીઓ ટિન ડુટી કરી રહ્યા હતા. તે સમયે, ઇસ્લામિક સ્ટેટનો એક આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકથી ભરેલા વાહન સાથે જેલના દરવાજે પહોંચ્યો હતો અને તેનો વિસ્ફોટ કરતાની સાથે ઈસ્લામિક સ્ટેટના અન્ય આતંકીઓ ગોળીઓ ચલાવતા અંદર પ્રવેશ્યા. હત્પમલા બાદ જેલમાં બધં ૧૫ સો કેદીઓમાંથી ઘણા કેદીઓ તકનો લાભ લઇ ભાગી ગયા હતા. નંગરહાર પ્રાંતના ગવર્નરે કહ્યું કે લગભગ ૧૦૦૦ કેદીઓ ભાગી ગયા હતા. પરંતુ સરક્ષા દળોએ અભિયાન ચલાવી તેમાંથી ઘણા કેદીઓને ફરી પડકી લેવામાં આવ્યા.

(6:14 pm IST)