Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ન્યુયોર્કના મેનહટનમાં કોરોનાના કારણોસર જાણીતી કંપનીએ 38 ડિપાર્ટમેન્ટલ સ્ટોર વેચવાની જાહેરાત કરી

નવી દિલ્હી: ન્યૂયોર્કના મેનહટનમાં 1914માં જાણીતી કંપની લોર્ડ્ઝ એન્ડ ટેઇલરનો પ્રથમ સ્ટોર ખૂલ્યો હતો અને બ્રાન્ડ વિશ્ર્વભરમાં મશહુર થઇ હતી. ખાસ કરીને લકઝરીસ પ્રકારના સ્ટોરની ચેઇન અમેરિકામાં સૌથી જૂની ગણાય છે. પરંતુ કોરોનાના કારણે જે વૈશ્વીક મહામંદી છે તેમાં ફેશન રેન્ટલ સર્વિસ દ્વારા એક વખત એક્વાયર થયેલી લોર્ડજ એન્ડ ટેઇલરે હવે દેવાળિયું ફૂંકવાની જાહેરાત કરી છે. રોઇટરના જણાવ્યા પ્રમાણે મે માસમાં કંપનીએ તેના 38 ડીપાર્ટમેન્ટલ સ્ટોર વેચવાની જાહેરાત કરી હતી અને હવે તે વધુને વધુ મિલ્કતો વેચી રહી છે.

(6:12 pm IST)