Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

નદી કિનારે રમતા બાળકને મગર પાણીમાં ખેંચી ગયો : ચાર દિવસ બાદ પેટમાંથી કપડાં-શરીરના અંગો મળ્યા

મલેશિયામાં 14 વર્ષનો છોકરો થોડા સમય માટે ખોવાઈ ગયો હતો.નદીના કિનારે આ છોકરો કામ કરી રહ્યો હતો. બરાબર તે જ સમયે મગરે તેને ખેંચી લીધો. આ ઘટના બાદ તેના કાકી તેને શોધવા લાગ્યા તો નદી કિનારે પહોંચી તો તેણે જોયુ કે, ત્યાં પડેલા મગરનું પેટ ફૂલાયેલુ હતું. ત્યાર બાદ તેણે તરત જ મદદ માટે લોકોને બોલાવ્યા બાદમાં જે થયુ તે અત્યંત દર્દનાક છે. મગરને પકડવાની તમામ કોશિશ બેકાર ગઈ હતી.આખરે ચાર દિવસ બાદ આ મગર મરઘીની લાલચે પકડાયો હતો. ત્યાર બાદ ગામ લોકોએ આ મગરે પાણીમાંથી બહાર કાઢ્યો હતો. સ્થાનિક લોકોએ તરત જ મગરને કાપી નાખ્યો. ત્યારે જાણવા મળ્યુ કે, મગરના પેટમાંથી રિકી ગાન્યાના કપડા અને શરીરના ટુકડા મળ્યા હતા. બચાવ કાર્ય કરનારા લોકોએ જણાવ્યુ હતું કે, આ ઘટનાસ્થળથી મગરને પાંચ કિમી દૂરથી પકડ્યો છે.બચાવકાર્યના કર્મચારીઓ આ બાળકના શરીરના અંગો મગરના પેટમાંથી કાઢ્યા બાદ પરિવારના લોકોને આપ્યા અને તેમણે અંતિમ સંસ્કાર કર્યા હતા.

(12:33 pm IST)