Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ડેન્માર્કમાં જાહેરમાં હિજાબ પહેરનાર મહિલાને દંડ ફટકારાયો

હોરસોલ્મન શોપિંગ સેન્ટરમાં એક મહિલાનો નકાબ ફાડવાની કોશિશ બાદ બંને મહિલાઓ બાખડી પડતા પોલીસ પહોંચી

 

સ્ટોકહોમ :ડેન્માર્કમાં સાર્વજનિક સ્થળોએ ચહેરો ઢાકવાવાળા નકાબ અથવા હિઝબ પર એક ઓગસ્ટથી પ્રતિબંધ બાદ પહેલીવાર 28 વર્ષીય એક મહિલા પર કાનૂનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં દંડ ફટકારાયો છે

  પોલીસ અધિકારી ડેવિડ બોકરશને રીતઝાઉં ન્યુઝ એજન્સીને કહ્યું કે પોલીસને હોરસોલમના શોપિંગ સેન્ટરમાં બોલાવાઇ હતી જ્યાં કાલે એક મહિલાનો નકાબ બીજી મહિલાએ ફાડવાની કોશિશ કરી,ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો

  બોકરશને કહ્યું કે ઝઘડા દરમિયાન મહિલાનો નકાબ ઉતરી ગયો હતો પરન્તુ જયારે અમે પહોંચ્યા ત્યારે તેને ફરીથી નકાબ પહેરી લીધો હતો

  પોલીસે નકાબ પહેરેલી માહિણી તસ્વીર લઇ લીધી હતી અને શોપિંગ સેન્ટરમાં સિક્યોરિટી કેમેરા ફૂટેજ કાઢ્યા હતા ત્યારબાદ નકાબ પહેરેલી મહિલાને 1000 ક્રોનર 9નંદાજે 10,000 હજાર )નો દંડ લગાવાયો હતો ત્યારબાદ તેને સાર્વજનિક સ્થળ છોડવા અથવા નકાબ કાઢવા કહેતા તેને સાર્વજનિક સ્થળ છોડવા પસંદ કર્યું હતું

  અહીં એક ઓગસ્ટથી નિયમ બનાવાયો છે કે સંપૂર્ણ ચહેરનાએ ઢાંકવા માટે બુરખો અથવા માત્ર આંખ દેખાય એમ નકાબ સાર્વજનિક સ્થળોએ પહેરવા પર એક હજાર ક્રોનિકનો દંડ ભરવો પડે છે

 

(8:17 pm IST)