Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ફિલીપીંસ રાષ્ટ્રપતિએ 37.70 કરોડની ગાડીઓ પર બુલડોઝર ફેરાવ્યું

નવી દિલ્હી: પોતાના અટપટા બયાનોના કારણે અવારનવાર ચર્ચામાં રહેનાર ફિલિપીન્સની રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્ત્તે આ વખતે તેના એક અજબ નિર્દેશનને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે રાષ્ટ્ર્પતિ દુતરેનાં નિર્દેશ પર ફિલીપીંસના કાગાયન પ્રાંતમાં 76 લકઝરી ગાડીઓ અને મોટીસાયક્લ પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું આ વાહનોની કિંમત 55 લાખ ડોલર એટલે કે અંદાજે 37.70 કરોડ રૂપિયા હતી હેરાન કરી નાખવાની વાત એ છે કે જયારે એ વાહનોને નષ્ટ કરવામાં આવી રહ્યા હતા ત્યારે ખુદ રાષ્ટ્રપતિ ત્યાં ઉપસ્થિત હતા.

(6:24 pm IST)