Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આપઘાતના કેસના રિપોર્ટ વાંચીને નબળી માનસિકતા ધરાવતા લોકોને પણ એવું કરવાની થાય છે પ્રેરણા

ન્યુયોર્ક, તા.૪: અમેરિકા અને કનેડામાં હાથ ધરવામાં આવેાલ અકે અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પ્રસાર માધ્યમોએ આપઘાતના કેસના અહેવાલો છાપવામાં ખૂબ કાળજી રાખવી જોઇએ. આ નાજુક વિષયમાં કાળજી રાખવામાં ન આવે તો નબળસ માનસિકતા ધરાવતા લોકો પર ગંભીર અસર થવાની શકયતા છે. ઇન્ટરનેશનલ રિસર્ચ ટીમના અભ્યાસમાં આત્મહત્યાની ઘટનાઓના પ્રસાર માધ્યમોમાં પ્રગટ કરવામાં આવતા અહેવાલોની અસર આપઘાત દ્વારા થતા મૃત્યુના આંકડા પર થતી હોવાનું નોંધવામાં આવ્યું છે. સનીબ્રુક હેલ્થ સાયન્સિસ સેન્ટર તથા યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સાઇકિયાટ્રિસ્ટ ડો. માર્ક સિન્યોરે જણાવ્યું હતું કે રિપોર્ટર્સ અને મીડિયા આઉટલેટ્સ રિપોર્ટ કેવી રીતે લખાયો છે અને કેવી રીતે છપાયો છે તેમ જ એની જનતા પર કેવી છપાયો છે તેમ જ એની જનતા પર કેવી અસર થાય છે. અુ સમજવું સંબંધિત તમામ લોકો માટે મહત્વપૂર્ણ છે. જો મીડિયા-રિપોટ્ર્સમાં ક્રાઇસિસ સર્વિસિસ અને આશાનો સંચાર કરતા સંદેશો તેમજ અંચિમવાદી પગલું લેતી વ્યકિતને આપઘાત એકમાત્ર વિકલ્પ નથી એવું યાદ કરાવતી બાબતો સામેલ કરી શકાય તો રિપોટિગની લોકો પર પોઝિટિવ અસર થાય.

કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રિયાના સંશોધકોએ ટોરોન્ટો મીડિયા માર્કેટનાં ૧૩ મુખ્ય પ્રકાશનોમાં પ્રકાશનોમાં પ્રગટ થયેલા ૧૭,૦૦૦ લેખો અને ટોરોન્ટોમાં ૨૦૧૧થી ૨૦૧૪ વચ્ચે આપઘાત દ્વારા મૃત્યુના અહેવાલો અને એની સામાન્ય વાચકો પર અસરના સંદર્ભમાં અભ્યાસ કર્યો હતો. રિપોર્ટિગની આપઘાત દ્વારા મૃત્યુ પર સીધી અસરના અનેક મુદ્દા અભ્યાસમાં સપાટી પર આવ્યા હતા.(૨૨.૧૮)

(3:56 pm IST)