Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઝડપથી ચાર્જ થાય એવી સ્માર્ટફોનની બેટરીના મટીરીયલની થઇ શોધ

લંડન, તા.૪: બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકોએ ઝડપથી ચાર્જ થાય એવી સ્માર્ટફોન બેટરીઝ બનાવવામાં ઉપયોગી મટીરીયલ્સ શોધ્યો છે. જર્નલ 'નેચર'માં પ્રકાશિત સંશોધનલેખમાં નિયોબિયમ ટંગસ્ટન ઓકસાઇડસ નામે ઓળખાતા મટીરીયલ્સ ટિપિકલ સાઇકિલંગ સ્ટ્રેસથી વાપરવામાં આવે તો એના પરિણામે એનર્જી ડેન્સિટીઝનું પ્રમાણ વધતું નથી. એ આપોઆપ ફાસ્ટ ચાર્જિગ એપ્લિકેશન્સ માટે અનુ કૂળ બને છે. એ ઉપરાંત મટીરીયલ્સના ફિઝિકલ સ્ટ્રકચર અને કેમિકલ બિહેવિયર દ્વારા સંશોધકોને સુરક્ષિત અને સુપરફાસ્ટ-ચાર્જિગ બેટરીના ઘડતર વિશે સ્પષ્ટ સમજ મળે છે. એ ઉપરાંત નેકસ્ટ જનરેશન બેટરીઝ બિનપરંપરાગત સાધન સામગ્રી દ્વારા બને એમ હોવાનું પણ સમજાયું હતું.

સૌથી સાદા સરળ રૂપમાં બેટરીઝ પોઝિટિવ ઇલેકટ્રોડ, નેગેટિવ ઇલેકટ્રોડ અને ઇલેકટ્રોલાઇટ એમ ત્રણ કમ્પોનન્ટસના બન્યા હોય છે. બેટરી ચાર્જ થતી હોય ત્યારે પોઝિટિવ ઇલેકટ્રોડમાંથી લિથિયમ આયન્સ મેળવીને ક્રિસ્ટલ સ્ટ્રકચર અને ઇલેકટ્રોલાઇટમાંથી પસાર કરીને નેગેટિવ ઇલેકટ્રોડમાં મોકલવામાં આવે છે. એ પ્રક્રિયા જેટલી ઝડપથી પૂરી થાય એટલી ઝડપથી બેટરી ચાર્જ થાય છે.

(3:55 pm IST)